R R Gujarat

વાંકાનેરના રાતીદેવરી ગામે નદીમાં ડૂબી જતા ૧૫ વર્ષના સગીરનું મોત

વાંકાનેરના રાતીદેવરી ગામે નદીમાં ડૂબી જતા ૧૫ વર્ષના સગીરનું મોત


રાતીદેવરી ગામે ૧૫ વર્ષનો સગીર માતાપિતા સાથે નદીમાં ન્હાવા ગયો હતો અને નદીના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતા પ્રકાશ રાજુભાઈ કુઢીયા (ઉ.વ.૧૫) નામનો સગીર ગત તા. ૦૯ ના રોજ રાતીદેવરી ગામે આસોય નદીમાં માતાપિતા સાથે ન્હાવા ગયો હતો અને આસોઈ નદીના ઊંડા પાણીમાં ડૂબી જતા પ્રકાશનું મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે