મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર રફાળેશ્વર ગામ નજીક ડબલ સવારી બાઈકને ડમ્પર ચાલકે હડફેટે લઈને અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં એક યુવાનને ઈજા પહોંચી છે તો એક યુવાનનું ગંભીર ઈજાને કારણે મોત થયું છે
મોરબીના મકનસર ગામે નકલંક પાર્ક સોસાયટીમાં રહેતા રવિભાઈ જગદીશભાઈ નારણીયા (ઉ.વ.૩૧) વાળાએ ટ્રેઇલર ડમ્પર જીજે ૩૬ ટી ૯૯૯૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૨ ના રોજ ફરિયાદી રવિભાઈ અને ખુમાનસિંગ રાઠોડ બંને ફરિયાદીનું બાઈક જીજે ૩૬ એડી ૧૦૭૦ લઈને જાંબુડિયા ગામથી મકનસર જતા હતા ત્યારે રફાળેશ્વર ગામ નજીક પહોંચતા ટ્રેઇલર ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લીધું હતું અકસ્માતમાં ફરિયાદી રવિભાઈને શરીરે છોલછાલ જેવી ઈજા કરી હતી તેમજ ખુમાનસિંગ રાઠોડને બંને પગમાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
