R R Gujarat

હળવદ રણછોડગઢ ગામ નજીક મોટરસાયકલ ચલાવવા બાબતે બોલાચાલી, ધોકા વડે માર માર્યો

હળવદ રણછોડગઢ ગામ નજીક મોટરસાયકલ ચલાવવા બાબતે બોલાચાલી, ધોકા વડે માર માર્યો


રણછોડગઢ ગામ નજીક મોટરસાયકલ ચલાવવા બાબતે બોલાચાલી થયા બાદ વાડીએ જતા ગાળો આપી લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
હળવદના રાયધ્રા ગામના રહેવાસી પ્રવીણભાઈ નવઘણભાઈ નંદેસરીયા (ઉ.વ.૨૫) આરોપી બેચર કાજુભાઈ ઉર્ફે સાદુરભાઈ ડઢેયા રહે રણછોડગઢ ગામ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પ્રવીણભાઈ પોતાનું બાઈક લઈને રણછોડગઢ ગામના પાટિયાથી આગળ જતા હતા ત્યારે એક મોટરસાયકલમાં બે ઈસમો નીકળ્યા અને મોટરસાયકલ ચલાવવા બાબતે બોલાચાલી થતા રોડ પર જતા બીજા માણસો ભેગા થઇ જતા પ્રવીણભાઈ ભાગીને બાજુમાં આવેલ આરોપીની વાડીમાં ગયા હતા જ્યાં આરોપી બેચરે શા માટે વાડીમાં આવ્યા છો કહીને ગાળો આપી હાથમાં રહેલ લાકડાના ધોકા વડે માથામાં મારી ઈજા કરી શરીરે મુંઢ ઈજા કરી હતી અને હાથમાં ફ્રેકચર જેવી ઈજા કરી હતી હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે