R R Gujarat

મોરબી નવલખી ઓવરબ્રિજ પાસે ટ્રીપલ અકસ્માત, ઈનોવા અને ઇકો કારમાં નુકશાન

મોરબી નવલખી ઓવરબ્રિજ પાસે ટ્રીપલ અકસ્માત, ઈનોવા અને ઇકો કારમાં નુકશાન


નવલખી ફાટક ઓવરબ્રિજ પાસે ટ્રક ચાલકે ઈનોવાને સાઈડમાં ટક્કર મારતા ઈનોવા ઇકો સાથે અથડાઈ હતી જે ટ્રીપલ અકસ્માતમાં ઈનોવા કાર અને ઇકો કારમાં નુકશાન થયું હતું પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
માળિયાના મોટા દહીંસરા ગામે રહેતા મનીષભાઈ અનિલભાઈ કાંજીયા (ઉ.વ.૩૪) યુવાને ટ્રક કન્ટેનર જીજે ૧૨ સીવી ૪૦૯૯ ના ચાલક બીનેશ્રીકુમાર હુલાસદેવસિંગ રહે બિહાર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ પોતાનો ટ્રક કન્ટેનર પુરઝડપે ચલાવી નીકળતા નવલખી ફાટક ઓવરબ્રિજ પાસે નેક્ષસ સિનેમા પાસે ફરિયાદીની ઈનોવા કાર જીજે ૦૩ આઈસી ૩૩૩૩ ને પાછળની સાઈડે અથડાવતા ગાડીને ધક્કો લાગતા આગળ રહેલ ઇકો કાર જીજે ૩૬ એલ ૧૮૨૩ ને પાછળના ભાગે અથડાઈ હતી જે અકસ્માતમાં ઈનોવા કારમાં આગળ અને પાછળ તેમજ ઇકો કારની પાછળની સાઈડે નુકશાની થયાની ફરિયાદ નોંધાવી છે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે