વાવડી રોડ પર બે સ્થળે રેડ કરી પોલીસે જાહેરમાં વરલી જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે એક આરોપીનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે વાવડી રોડ પર રામાપીર મંદિર પાસે રેડ કરી હતી જાહેરમાં વરલી ફીચર આંકડા લખી જુગાર રમતા આરોપી મનોજ વસંત સરવૈયા (ઉ.વ.૬૦) રહે વાવડી રોડ મોરબી વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧૦૦૦ જપ્ત કરી છે અન્ય આરોપી ગુલામહુશેન આમદ ગાલબ રહે મોરબી વાળાનું નામ અને મોબાઈલ નંબર ખુલ્યા છે બીજી રેડ વાવડી રોડ પર કરી હતી આરોપી મહેન્દ્ર ઉર્ફે મુનાભાઈ નરશીભાઈ ભલસોડ (ઉ.વ.૫૦) રહે વાવડી રોડ કારિયા સોસાયટીને વરલી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૫૫૦ જપ્ત કરી છે
