રંગપર નજીક કારખાનામાં બેલ્ટ જામ થઇ જતા ટાઈલ્સ છૂટી જતા ઠપકો આપ્યો હતો જે સારું નહિ લાગતા ત્રણ શ્રમિકોએ લોખંડ પાઈપ વડે યુવાનને માર મારી માથામાં હેમરેજ અને હાથમાં તેમજ આંગળીમાં ફ્રેકચર જેવી ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબી શનાળા બાયપાસ નીલકંઠ પાર્કમાં રહેતા હિતેશભાઈ રામજીભાઈ કાચરોલાએ આરોપીઓ જગદીશ, ભગતરામ લખન યાદવ અને પર્વત અમરસિંહ રહે ત્રણેય લેવીન્જા સિરામિક લેબર ક્વાર્ટર રંગપર તા. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના માંસીજીના દીકરા હસમુખભાઈ ઉર્ફે હિરેન રમણીકભાઈ કંટારીયા તેની લેવીન્જા સિરામિક કારખાનામાં બેલ્ટ જામ થઇ જતા લાઈન ઓપરેટર જગદીશભાઈ ટાઈલ્સ કાઢતા હતા અને એક ટાઈલ્સ છૂટી જતા તેને ઠપકો આપ્યો હતો જેથી જગદીશ, ભગતરામ અને પર્વત ત્રણેય લોખંડ પાઈપ લઈને આવી ફરિયાદીના માંસીજીના દીકરા હસમુખભાઈ ઉર્ફે હિરેનને માથામાં પાઈપ મારી તેમજ ઢીકા પાટું માર મારી માથામાં હેમરેજ અને જમણા હાથના કાંડાથી ઉપર અને છેલ્લી આંગળીમાં ફ્રેકચર જેવી ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
