સામાકાંઠે આવેલ જાનકી હોમ્સ એપાર્ટમેન્ટના ફ્લેટમાં રેડ કરી પોલીસે જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રૂ ૧.૧૦ લાખ જપ્ત કરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાનકી હોમ્સ એપાર્ટમેન્ટ હરિગુણ રેસીડેન્સીમાં રહેતા આરોપી કલ્પેશ વાસુદેવ અઘારાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા કલ્પેશ વાસુદેવ અઘારા, મેહુલ લાભુભાઈ દેત્રોજા, રાજેશ સવજીભાઈ ફૂગશીયા, ઉમંગ ભીખાભાઈ લોરિયા, મહેશ તળશીભાઈ કાવર અને હરેશ ઓધવજીભાઈ ફેફર એમ છને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧,૧૦,૦૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
