R R Gujarat

મોરબીના આંદરણા નજીક ઇકો પાછળ બોલેરો ગાડી અથડાતા કારમાં નુકશાન

મોરબીના આંદરણા નજીક ઇકો પાછળ બોલેરો ગાડી અથડાતા કારમાં નુકશાન


આંદરણા ગામ નજીક બ્રીજ પર બોલેરો ચાલકે પુરઝડપે ચલાવી ઇકો કાર પાછળ ભટકાડી હતી જે અકસ્માતમાં પાછળના દરવાજા, ડ્રાઈવર સાઈડ કાચમાં નુકશાન અને ડ્રાઈવર સાઈડ દરવાજાને નુકશાન પહોંચ્યું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
વઢવાણના રતનપર મિલની ચાલી શેરી નં ૦૨ માં રહેતા સાજીદ દિલાવર બેલીમ (ઉ.વ.૩૫) વાળાએ બોલેરો જીજે ૩૬ વી ૫૨૦૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૨ ના રોજ ફરિયાદી પોતાની ઇક્કો કાર જીજે ૧૩ એએમ ૮૨૪૬ લઈને મોરબીથી સુરેન્દ્રનગર જતા હતા ત્યારે મોરબી હળવદ રોડ પર આંદરણા ગામ પાસે બ્રીજ પર પહોંચતા બોલેરો જીજે ૩૬ વી ૫૨૦૪ ના ચાલકે પુરઝડપે ચલાવી ઇકો કાર પાછળની સાઈડ અકસ્માત કર્યો હતો અકસ્માતમાં પાછળની સાઈડે આખા દરવાજા, પાછળના વ્હીલ ઉપરના ભાગે તેમજ ચેસીસ અને પાછળના ભાગે ડ્રાઈવર સાઈડમાં કાચ તૂટી ગયો અને ડ્રાઈવર સાઈડ વચ્ચેના દરવાજામાં નુકશાની કરી હતી મોરબી તાલુકા પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે