R R Gujarat

વાંકાનેરના ઢુવા માટેલ રોડ પર દુકાનમાં બોથડ પદાર્થના ઘા ઝીકી યુવાનની હત્યા

વાંકાનેરના ઢુવા માટેલ રોડ પર દુકાનમાં બોથડ પદાર્થના ઘા ઝીકી યુવાનની હત્યા


મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કથળી ગયેલી સ્થિતિ જોવા મળી રહી છે છાશવારે હત્યા, લૂંટ અને વ્યાજખોરી જેવા ગંભીર ગુના બનતા રહે છે જેમાં તાજેતરમાં વાંકાનેરના ઢુવા માટેલ રોડ પર દુકાનમાં પરપ્રાંતીય યુવાનની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા થયાનું ખુલ્યું છે પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
વાંકાનેર ના કાછીયાગાળા ગામના રહેવાસી દેવજીભાઈ સોમાભાઈ ઝરવરીયા નામના કોન્ટ્રાકટરે જણાવ્યું છે કે મરણ જનાર ઉત્તમ વિકાસ સાહુને અજાણ્યા ઇસમેં બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કરી છે વાંકાનેરના ઢુવા માટેલ રોડ પર આવેલ ખોડીયાર ચેમ્બરની દુકાન નં ૧૨ માં અજાણ્યા ઇસમેં કોઈ કારણોસર માથામાં બોથડ પદાર્થના ઘા ઝીકી ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું વાંકાનેર તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે