R R Gujarat

ટંકારાના છતર નજીક ઇકો કારે પાછળથી ઠોકર મારતા બીએમડબલ્યુ કારમાં નુકશાન

ટંકારાના છતર નજીક ઇકો કારે પાછળથી ઠોકર મારતા બીએમડબલ્યુ કારમાં નુકશાન


ટંકારાના છતર ગામ નજીક ઇકો કારના ચાલકે બીએમડબ્લ્યુ કારને પાછળના ભાગે ઠોકર મારી હતી જેથી કારમાં નુકશાન થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
રાજકોટ કટારીયા ચોકડી પાસે રહેતા કમલેશભાઈ કાંતિભાઈ ચાંગેલા (ઉ.વ.૫૦) વાળાએ ઇકો કાર જીજે ૦૩ એનબી ૭૯૯૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫ ઓગસ્ટના રોજ ફરિયાદી પોતાની બીએમડબલ્યુ કાર લઈને છતર ગામથી થોડેક આગળ ત્રિશુલ કારખાના રોડ પાસે પહોંચ્યા ત્યારે ઇકો કારના ચાલકે પાછળથી ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદીની બીએમડબલ્યુ કાર જીજે ૩૬ એફ ૧૯૯૮ ની ડેકીના ભાગથી પાછળની સીટના ભાગ સુધી નુકશાન કર્યું છે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે