R R Gujarat

હળવદ બાપા સીતારામ મઢુલી નજીક સમાધાનની વાતચીત દરમિયાન છરીથી હુમલો કર્યો

હળવદ બાપા સીતારામ મઢુલી નજીક સમાધાનની વાતચીત દરમિયાન છરીથી હુમલો કર્યો


હળવદમાં ઝઘડાના સમાધાન માટે યુવાન ગયો હતો જ્યાં એક ઇસમેં વાતચીત દરમીયાન છરીથી હુમલો કરી યુવાનને ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે
હળવદના ભવાનીનગર લાંબી દેરી પાસે રહેતા અરવિંદ રામજીભાઈ સુરાણી (ઉ.વ.૧૯) નામના યુવાને આરોપી સાહીદ ઉર્ફે સાહિલ અનવર મકરાણી રહે હળવદ ભવાનીનગર ઢોરો વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૭ ના રોજ ફરિયાદીને આરોપી સાથે ઝઘડો થયો હતો જેથી સમાધાન માટે બાપા સીતારામ મઢુલી સામે આવેલ કોમ્પ્લેક્ષ પાસે ભેગા થયા હતા અને સમાધાનની વાતચીત દરમીયાન આરોપી સાહીદ મકરાણીએ ઉશ્કેરાઈ ગાળો આપી મારી નાખવાના ઈરાદે છરીથી હુમલો કરી છરીનો એક ઘા ગળાના ભાગે મારી ઈજા કરી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે