R R Gujarat

મોરબી જીલ્લાના ૧૦ માંથી ૩ ડેમ ઓવરફલો, અન્ય ત્રણ ડેમ ભરાઈ જવાની નજીક

મોરબી જીલ્લાના ૧૦ માંથી ૩ ડેમ ઓવરફલો, અન્ય ત્રણ ડેમ ભરાઈ જવાની નજીક


મોરબી જીલ્લામાં સારા વરસાદ અને ઉપરવાસની આવકને કારણે ડેમમાં નવા નીર ઠલવાઈ રહ્યા છે જેથી જીલ્લાના ૧૦ માંથી ૦૩ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે તો અન્ય ત્રણ ડેમ ભરાઈ જવાની નજીક પહોંચી ગયા છે


મોરબી જીલ્લાના ડેમની સ્થિતિ જોઈએ તો મચ્છુ ૧ ડેમ, ડેમી ૨ ડેમ અને ઘોડાધ્રોઈ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયા છે ત્રણ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે તેમજ મચ્છુ ૨ ડેમ ૮૮.૫૯ ટકા, ડેમી ૧ ડેમ ૫૧.૦૯ ટકા, બંગાવડી ડેમ ૫૯.૪૧ ટકા, બ્રાહ્મણી ડેમ ૯૭.૮૯ ટકા, બ્રાહ્મણી ૨ ડેમ ૫૭.૩૨ ટકા, મચ્છુ ૩ ડેમ ૮૫.૧૧ ટકા અને ડેમી ૩ ડેમ 3.૪૪ ટકા ભરાઈ ગયો છે