મોરબી જીલ્લામાં રવિવારે વહેલી સવારથી શરુ થયેલો વરસાદ રવિવારે આખો દિવસ તેમજ આખી રાત્રી સુધી ચાલુ રહ્યો હતો અને રવિવારે સવારથી સોમવારે સવાર સુધી ૨૪ કલાકમાં માળિયા તાલુકામાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો તે ઉપરાંત અન્ય ચાર તાલુકામાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે
રવિવારે સવારે ૬ થી સોમવારે સવારે ૬ સુધીના વરસાદના આંકડા જોઈએ તો માળિયા તાલુકામાં ૧૧૬ મીમી, મોરબી તાલુકામાં ૮૫ મીમી, ટંકારા તાલુકામાં ૬૪ મીમી, વાંકાનેર તાલુકામાં ૩૧ મીમી અને હળવદ તાલુકામાં ૬૨ મીમી વરસાદ વરસ્યો છે મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સવા ઈંચથી સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો તેમજ સોમવારે સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે
