ખીજડીયા ગામથી ઘુનડા જતા રોડ પર ખેતરની ઓરડી પાસે ટ્રેક્ટર ટ્રોલી બાજુમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને પોલીસે ઝડપી લીધા છે તો બે ઈસમો ખેતરના રસ્તે નાસી ગયા હતા
ટંકારા પોલીસ ટીમે ખીજડીયા ગામથી ઘુનડા જતા રોડ પર જાહેરમાં જુગારની બાતમી મળતા રેડ કરી હતી જાહેરમાં પોલીસની રેડ પડતા જુગારીઓમાં નાસભાગ મચી હતી સ્થળ પરથી જુગાર રમતા નરેશ મોહન માણસૂરીયા, મહાદેવ કાનજી મગુનીયા, નીતિન મનુભાઈ પનારાને ઝડપી લઈને રોકડ રૂ ૬૮,૭૦૦ અને ૫ મોબાઈલ કીમત રૂ ૨૨,૦૦૦ મળીને કુલ રૂ ૯૦,૭૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી બીપીન ઠાકરશી પટેલ અને જયેશ મનસુખ પ્રજાપતિ બંને ખેતરના રસ્તે નાસી ગયા હતા