મોરબી જેતપર હાઈવે રોડ ઉપર પાવડીયારી થી જસમતગઢ ગામ વચ્ચે નાયરા કંપનીના પેટ્રોલ પંપ સામે કટ પાસે બોલેરો ગાડીએ હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી ગામે રહેતા વિનુબેન પીઠાભાઈ ગોહેલ (ઉ.વ.૫૦) એ આરોપી મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર -GJ-08-AW-6203 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળી મહીન્દ્રા બોલેરો પીકઅપ ગાડી નંબર GJ-08-AW-6203 વાળી પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદીના પતિ પોતાના હવાલા વાળા મોટર સાયકલ નંબર GJ-01-DG- 1258 થી ડીવાઈડર ક્રોસ કરતા હતા ત્યારે અડફેટે લઈ પાડી દઈ શરીરે માથાના ભાગે તથા હાથે પગે ઈજાઓ પહોંચતા બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મૃતકના પત્નીએ આરોપી બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.