માળિયા (મી.) વાડા વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરી પોલીસે ૫૭૦ લીટર દેશી દારૂ અને ૩૦૦૦ લીટર આથાનો જથ્થો મળીને કુલ રૂ ૧,૮૯,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપીની શોધખોળ હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા (મી.) વાડા વિસ્તારમાં આરોપી જાકીર અકબર માલાણી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી સ્થળ પરથી દેશી દારૂ ૫૭૦ લીટર કીમત રૂ ૧,૧૪,૦૦૦ અને આથો ૩૦૦૦ લીટર કીમત રૂ ૭૫,૦૦૦ મળીને કુલ રૂ ૧,૮૯,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી જાકીર ઉર્ફે જાકો અકબર માલાણી રહે માળિયા વાળા વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
