R R Gujarat

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી ૨.૮૮૫ કિલો ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી ૨.૮૮૫ કિલો ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો


મોરબી એસઓજી ટીમે મોરબી શહેરના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના ૨.૮૮૫ કિલોગ્રામ જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈને ગાંજો, મોબાઈલ ફોન અને આધાર કાર્ડ સહીત ૩૩,૮૫૦ નો મુદામાલ કબજે લીધો છે
એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે ઉત્તરપ્રદેશનો રહેવાસી અનુજ વર્મા નામનો ઇસમ ગેરકાયદે શંકાસ્પદ નારકોટીક્સ માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખી અમદાવાદથી મોરબી મહારાણા પ્રતાપ સર્કલ ખાતે આવવાનો છે જેથી ટીમે વોચ ગોઠવી હતી અને મહારાણા પ્રતાપ સર્કલથી આરોપી અનુજકુમાર રમેશચંદ્ર વર્મા (ઉ.વ.૨૯) રહે ઉત્તરપ્રદેશ હાલ છતીસગઢ વાળાને ઝડપી લીધો હતો
આરોપીના કબજામાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો વજન ૨.૮૮૫ કિલોગ્રામ કીમત રૂ ૨૮,૮૫૦, મોબાઈલ નંગ ૦૧ કીમત રૂ ૫૦૦૦ અને આધાર કાર્ડ નકલ સહીત કુલ રૂ ૩૩,૮૫૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે