રવિરાજ ચોકડી નજીક ગુરુકુળ જવાના રસ્તે બંધ ભરડીયાના ગ્રાઉન્ડમાં રેડ કરી એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂ અને બીયરનો ૮.૮૦ લાખનો મુદામાલ કબજે લઈને વધુ તપાસ ચલાવી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે સુરેશ મારવાડી તેના અન્ય માણસો સાથે મળી રવિરાજ ચોકડી પાસે જુના સાદુળકા જવાના રસ્તે બંધ ભરડીયાના ખુલ્લા ગ્રાઉન્ડમાં બહારથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ છે જેથી એલસીબી ટીમે બંધ ભરડીયાના ગ્રાઉન્ડમાં રેડ કરી હતી સ્થળ પરથી બ્લેન્ડર પ્રાઈડ વ્હીસ્કી બોટલ નંગ ૯૬, સ્ટલીંગ રીઝર્વ ડીલક્ષ બ્લેન્ડેડ વ્હીસ્કી નંગ ૧૨, ૮ પીએમ વ્હીસ્કી બોટલ નંગ ૨૮૮, ગ્લોબસ ગ્રીન સ્પ્રીટ વ્હીસ્કી નંગ ૪૮, ગ્રીન લેબલ વ્હીસ્કી બોટલ નંગ ૨૮૮, રોયલ કલાસીક વ્હીસ્કીના પાઉચ ૧૪૪ અને બીયરના ૧૨૦ ટીન મળીને કુલ રૂ ૮,૮૦,૮૦૦ નો મુદામાલ કબજે લીધો છે આરોપી સુરેશ મારવાડી અને તેની સાથેના અન્ય બે માણસોના નામો ખુલતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
