R R Gujarat

મોરબીમાં હથિયારથી ફાયરીંગ કરી વિડીયો સોશ્યલ મીડિયામાં અપલોડ કરનાર બિહારી ઝડપાયો

મોરબીમાં હથિયારથી ફાયરીંગ કરી વિડીયો સોશ્યલ મીડિયામાં અપલોડ કરનાર બિહારી ઝડપાયો


સ્વાતંત્ર્ય પર્વ નિમિતે લાલપર ગામની સીમમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પરવાના વાળા હથિયારથી ફાયરીંગ કરી વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં અપલોડ કરનાર મૂળ બિહારના ઈસમને ઝડપી લઈને પોલીસે પિસ્તલ, જીવતા કાર્ટીઝ નંગ ૦૪, અને મોબાઈલ સહીત ૭૫,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી એસઓજીમાં ફરજ બજાવતા જુવાનસિંહ ભરતસિંહ રાણાએ આરોપી રણવિજયકુમાર કાર્તિકલાલ શાહ (ઉ.વ.૪૫) રહે ગોપાલ સોસાયટી મોરબી ૨ મૂળ રહે બિહાર વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ પોતાના પરવાના વાળા હથિયારથી હથિયાર પરવાનાની શરતોનો ભંગ કરી ગત તા. ૧૫ ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય દિન નિમિતે લાલપર ગામની સીમમાં આવેલ કુમાર ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા માણસોની હાજરીમાં પોતાની અને અન્યની જિંદગી જોખમાય તે રીતે જાહેરમાં સ્ફોટક પદાર્થ વડે હવામાં ફાયરીંગ કર્યું હતું મોરબી એસઓજી ટીમે આરોપી રણવિજય શાહને ઝડપી લઈને આરોપી પાસેથી પિસ્તલ નંગ ૦૧ કીમત રૂ ૫૦ હજાર, કાર્ટીઝ નંગ ૦૬ કીમત રૂ ૪૦૦, મોબાઈલ નંગ ૦૧ કીમત રૂ ૨૫,૦૦૦ મળીને કુલ રૂ ૭૫,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે