R R Gujarat

હળવદમાં મોટરસાયકલ પાર્ક કરવા બાબતે બોલાચાલીનો ખાર રાખી પાઈપ વડે હુમલો

હળવદમાં મોટરસાયકલ પાર્ક કરવા બાબતે બોલાચાલીનો ખાર રાખી પાઈપ વડે હુમલો


હળવદ દરબાર નાકા પાસે મોટરસાયકલ પાર્ક કરવા બાબતે બોલાચાલી થતા તે બાબતનો ખાર રાખી એક ઇસમેં વૃદ્ધને લોખંડ પાઈપ વડે ઈજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
હળવદ નાડોદા વાસના રહેવાસી વિષ્ણુભાઈ ખીમશંકરભાઈ જોષી (ઉ.વ.૫૮) આરોપી કરણ નવીનભાઈ ચાવડા રહે દરબાર નાકા હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧ ના રોજ ફરિયાદી વિષ્ણુભાઈના ઘર પાસે મોટરસાયકલ પાર્ક કરવા બાબતે આરોપી કરણ સાથે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી આરોપીએ દરબાર નાકા પાસે લોખંડ પાઈપ વડે ફરિયાદી વિષ્ણુભાઈને ગાલ પર અને હાથમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજા કરી હતી અને ગાળો આપી જાનથી મારી નાખવાની ઢાકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે