R R Gujarat

મોરબીની પરિણીતાને કાલાવડ રહેતા પતિ અને સાસુ-સસરાએ શારીરિક માનસિક ત્રાસ આપ્યો

મોરબીની પરિણીતાને કાલાવડ રહેતા પતિ અને સાસુ-સસરાએ શારીરિક માનસિક ત્રાસ આપ્યો


મોરબીની વતની અને પરણીને કાલાવડ સાસરે ગયેલી પરિણીતાને પતિ તેમજ સાસુ અને સસરાએ શારીરિક અને માનસિક દુખ ત્રાસ આપ્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
મોરબીના જૂની પીપળી સામે માનસધામ સોસાયટીના રહેવાસી શીતલબેન કૌશિકભાઈ મેનપરા (ઉ.વ.૩૯) વાળાએ આરોપી પતિ કૌશિકભાઈ રમેશભાઈ મેનપરા, સસરા રમેશભાઈ મેઘજીભાઈ મેનપરા અને સાસુ અનસોયાબેન રમેશભાઈ મેનપરા રહે બધા નિકાવા જોઈન્ટ ટાવર બાજુમાં તા. કાલાવડ જામનગર જીલ્લો વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી શીતલબેનને પતિ તેમજ સાસુ-સસરા અવારનવાર નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે હેરાન પરેશાન કરી દુખ ત્રાસ આપી મેણા ટોણા મારી ગાળો આપતા તેમજ પતિએ અવારનવાર મારકૂટ કરી હતી એકબીજાને આરોપીઓ ચડામણી કરી મહિલાને શારીરિક અને માનસિક દુખ ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે