મોરબીની વાવડી ચોકડી પાસેથી બોલેરો પીકઅપમાં ક્રુરતા પૂર્વક બે બળદને બાંધી ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખ્યા વિના પરિવહન કરનાર ચાર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના સામાકાંઠે રામકૃષ્ણનગરમાં રહેતા હિતરાજસિંહ હરૂભા પરમારે આરોપીઓ વાઘજીભાઈ નાનજીભાઈ તલવાડીયા, નાથાભાઈ ઉર્ફે નથુભાઈ જસમતભાઈ તલવાડીયા અને રાજેશ રામાભાઈ બાવરીયા તેમજ મોબાઈલ નંબર ૯૭૩૭૩ ૦૯૪૭૦ નો ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી વાઘજી અને નાથાભાઈએ આરોપી રાજેશની બોલેરો ગાડીમાં બે બળદ ક્રુરતાપૂર્વક ટૂંકા દોરડાથી બાંધી બોલેરોમાં ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખ્યા વિના પરિવહન કરતા મળી આવ્યા હતા અને આરોપી મોબાઈલ ધારક પાસે ઉતારવા જતા હોવાનું ખુલ્યું છે મોરબી એ ડીવીઝન પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
