જુના ઘાટીલા ગામે ખેતરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે અસર થતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો સારવારમાં યુવાનનું મોત થયું છે
મૂળ છોટા ઉદેપુરના વતની હાલ જુના ઘાટીલા ગામે ખેત મજુરી કરતા હસમુખભાઈ જેનીયાભાઈ નાયકા (ઉ.વ.૩૧) નામના યુવાન ખેતરમાં કપાસના પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા હતા અને દવાની અસર બીજા દિવસે થતા જેતપર બાદ વધુ સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા સારવારમાં યુવાનનું મોત થયું છે માળિયા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે
