R R Gujarat

મોરબીના બગથળા ગામે બકરીનું બચ્ચું વાડીમાં જતા મહિલા પર ચાર શખ્શોનો હુમલો

મોરબીના બગથળા ગામે બકરીનું બચ્ચું વાડીમાં જતા મહિલા પર ચાર શખ્શોનો હુમલો


બગથળા ગામે મહિલાનું બકરીનં બચ્ચું બાજુમાં રહેતા કાકાજી સસરાની વાડીમાં જતા ચાર આરોપીઓએ મહિલાને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના બગથળા ગામે રહેતા સરોજબેન અનિલભાઈ સરવૈયા (ઉ.વ.૩૬) નામની મહિલાએ આરોપીઓ નરેશ લાભુભાઈ સરવૈયા, સુરેશ લાભુભાઈ સરવૈયા, લાભુભાઈ સરવૈયા અને પ્રેમીબેન લાભુભાઈ સરવૈયા રહે બધા બગથળા તા. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી સરોજબેનનું બકરીનું બચ્ચું બાજુમાં રહેતા કાકાજી સસરા લાભુભાઈની વાડીમાં જતું રહેતા આ બાબતનો ખાર રાખી ચારેય આરોપીઓ સરોજબેન સાથે બોલાચાલી કરી ગાળો આપી જપાજપી કરી હતી તેમજ લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે