લીલાપર રોડ પર આવેલી નીલકમલ સોસાયટીમાં ૨૫ વર્ષીય યુવતી ઝાડવાને દવા છાંટતી હતી ત્યારે ઝેરી દવાની અસર થતા યુવતીને સારવાર માટે ખસેડાઈ હતી સારવારમાં યુવતીનું મોત થતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ પરની નીલકમલ સોસાયટીમાં રહેતી અલ્પાબેન અરવિંદભાઈ જાદવ (ઉ.વ.૨૫) નામની યુવતી ગત તા. ૦૧ ના રોજ પોતાના ઘરે ઝાડવાને ઝેરી દવા છાંટતી હતી ત્યારે ઝેરી દવાની અસર થતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં સારવારમાં મોત થયું છે મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
