R R Gujarat

વાંકાનેરના પંચાસર રોડ પર જુગાર રમતા પાંચ ઝડપાયા

વાંકાનેરના પંચાસર રોડ પર જુગાર રમતા પાંચ ઝડપાયા


વાંકાનેરના નવાપરા પંચાસર રોડ પર જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૦,૬૩૦ જપ્ત કરી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે નવાપરા પંચાસર રોડ પર હનુમાનજી મંદિર પાસે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા રોહિત જગદીશભાઈ વીંઝવાડિયા, રણછોડ જગદીશભાઈ વિંજવાડિયા, વિશાલ કાનજીભાઈ રાણેવાડિયા, ચતુર ગોવિંદભાઈ ચાવડા અને જયેશ શામજીભાઈ ચાવડા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૬૩૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે