R R Gujarat

મોરબી જીલ્લા પોલીસ દ્વારા ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અને નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી

મોરબી જીલ્લા પોલીસ દ્વારા ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અને નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી


પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ અશોક કુમાર સાહેબની સુચના અને પોલીસ અધિક્ષક મોરબી મુકેશ પટેલના માર્ગદર્શન અને આગેવાની હેઠળ ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અને નેશનલ સ્પોર્ટ્સ ડે અનુસંધાને પોલીસ હેડક્વાર્ટર મકનસર ખાતે વોલીબોલ ટુર્નામેન્ટ અને ટગ ઓફ વોર (રસ્સા ખેંચ) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સ્પર્ધામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
પોલીસ અધિક્ષક તરફથી વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી અપાઈ સન્માનિત કરવામાં આવ્યા હતા તે ઉપરાંત શનાળા બાળકો પણ રમતોમાં ભાગ લે તેવા હેતુસર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આશરે ૨૦૦ જેટલા વિદ્યાથીઓને અલગ અલગ રમતમાં ભાગ લેવડાવી તમામ વિદ્યાર્થીઓને જીવનમાં રમત ગમતના મહત્વ અને શારીરિક તંદુરસ્તી બાબતે જાગૃત રહી વધુમાં વધુ શારીરિક રીતે કાર્યરત રહેવા માર્ગદર્શન આપી શપથ લેવડાવવામાં આવી હતી