R R Gujarat

મોરબીમાં અલગ અલગ ચાર સ્થળોએથી જુગારીઓ ઝડપાયા

મોરબીમાં અલગ અલગ ચાર સ્થળોએથી જુગારીઓ ઝડપાયા

મોરબીના વિસીપરા સ્મશાન રોડ પર જુગાર રમતા ત્રણ ઝડપાયા
વિસીપરા સ્મશાન રોડ પર જાહેરમાં જુગાર રમતી ત્રિપુટીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા સ્મશાન રોડ પર આવેલ રાજ બેકરી પાસે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા ચેતન તુલશીભાઈ હળવદીયા, સાગર ચતુરભાઈ દાવોદરા અને અશ્વિન કિશનભાઈ હળવદીયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૧૨૦૦ જપ્ત કરી છે

મોરબીની માળિયા ફાટક બ્રીજ નીચે નોટ નંબરી જુગાર રમતા બે ઝડપાયા
માળિયા ફાટક બ્રીજ નીચે જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા ફાટક બ્રીજ નીચે રેડ કરી હતી જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા વિજય બાબુભાઈ હમીરપરા અને મુના બાબુભાઈ રાઠોડને ઝડપી લઈને રોકડ રૂ ૩૦૦ જપ્ત કરી છે

મોરબીની ત્રાજપર ચોકડી પાસે જાહેર જુગાર રમતા બે ઝડપાયા
ત્રાજપર ચોકડી પાસે જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી બી ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે ત્રાજપર ચોકડી પાસે રેડ કરી જ્યાં દુકાન પાસે જાહેરમાં જુગાર રમતા મયુર ભરતભાઈ રંગપરા અને સંજય ઉર્ફે ચનો સવજીભાઈ કુંવરીયાને ઝડપી લઈને રોકડ રૂ ૮૦૦ જપ્ત કરી છે

મોરબી ત્રાજપર મેઈન શેરીમાં જુગાર રમતા બે ઝડપાયા
ત્રાજપર મેઈન શેરીમાં જાહેરમાં જુગાર રમતા બે જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી બી ડીવીઝન પોલીસે બાતમીને આધારે ત્રાજપર મેઈન શેરીમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા સુનીલ અવચરભાઈ બારૈયા અને રમેશ ઉર્ફે ધારો ગોપાલભાઈ ટીડાણીને ઝડપી લઈને રોકડ રૂ ૭૨૦ જપ્ત કરી છે