R R Gujarat

મોરબી જમીન કોભાંડના આરોપી તરઘડી સરપંચ સાગર ફૂલતરીયાને ડીડીઓએ સસ્પેન્ડ કર્યા

મોરબી જમીન કોભાંડના આરોપી તરઘડી સરપંચ સાગર ફૂલતરીયાને ડીડીઓએ સસ્પેન્ડ કર્યા


મોરબીના ચકચારી વજેપર જમીન કોભાંડમાં તરઘડી ગામના સરપંચને સીઆઈડી ટીમે ઝડપી લીધો છે સરપંચ હાલ જેલહવાલે કરવામાં આવ્યો છે ત્યારે મોરબી ડીડીઓ દ્વારા તરઘડી ગામના સરપંચ સાગર ફૂલતરીયાને સરપંચના હોદા પરથી મોકૂફ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે
માળિયા તાલુકાના તરઘડી ગ્રામ પંચાયત સરપંચ સાગર અંબારામભાઈ ફૂલતરીયા સામે ફોજદારી કાર્યવાહી થઇ હતી વજેપર જમીન કોભાંડ મામલે મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં તા. ૧૫-૦૩-૨૦૨૫ ના રોજ ફરિયાદ નોંધાઈ હતી વજેપર ગામની ખેતીની જમીનમાં ખોટા મરણ દાખલા બનાવી ખોટી વારસાઈ એન્ટ્રી કરી વડીલો પાર્જીત જમીન બારોબાર વેચી નાખવામાં આવી હતી જે ગુનામાં સીઆઈડી ટીમે આરોપી સાગર ફૂલતરીયાને ઝડપી લઈને રિમાન્ડ મેળવ્યા હતા અને બાદમાં જેલહવાલે કરવામાં આવ્યો છે જેથી ડીડીઓ જે એસ પ્રજાપતિ દ્વારા મળેલી સત્તાની રૂએ સાગર અંબારામભાઈ ફૂલતરીયા સરપંચ તરઘડી તા. માળિયા ગ્રામ પંચાયત વાળાને ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૯ (૧) હેઠળ તાત્કાલિક અસરથી તરઘડી ગ્રામ પંચાયતની મુદત પૂરી થતા સુધી અથવા તેની સામે દાખલ થયેલ ફરિયાદ મુજબના કેસમાં દોષમુક્ત જાહેર ના થાય ત્યાં સુધી બંનેમાંથી વહેલું હોય તેટલા સમય માટે ગ્રામ પંચાયત તરઘડીના સરપંચના હોદા પરથી મોકૂફ કરવા હુકમ કરવામાં આવે છે હુકમનો તાત્કાલિક અમલ કરવાનો રહેશે તેમ આદેશમાં જણાવ્યું છે