R R Gujarat

મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે એપાર્ટમેન્ટમાં જુગાર રમતા છ ઝડપાયા

મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે એપાર્ટમેન્ટમાં જુગાર રમતા છ ઝડપાયા


મોરબી મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલ એપાર્ટમેન્ટના ચોથા માળે ઓફિસમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧,૦૪,૦૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે


મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે લઝરીયર્સ એપાર્ટમેન્ટના ચોથા માળે આરોપી જયદીપ કરમશી હળવદીયાની ઓફિસમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી ઓફિસમાં જુગાર રમતા જયદીપ કરમશીભાઈ હળવદીયા, પ્રથમ દેવાયતભાઈ ખાંડેખા, જય રાજુભાઈ કાંજીયા, દીપ કમલેશભાઈ કાંજીયા, સાવન ધીરજલાલ સોરીયા અને યશ રમેશભાઈ કાંજીયા એમ છને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧,૦૪,૦૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે