R R Gujarat

વાંકાનેરના મેસરિયા ગામે રેઢિયાર ઢોર પુરવા બાબતે મારામારી, મહિલાઓ સહીત ચાર વિરુદ્ધ ફરિયાદ

વાંકાનેરના મેસરિયા ગામે રેઢિયાર ઢોર પુરવા બાબતે મારામારી, મહિલાઓ સહીત ચાર વિરુદ્ધ ફરિયાદ


મેસરિયા ગામે વાડીમાં રેઢીયાર ઢોર પુરવા બાબતે મહિલાઓ સહીત ચાર આરોપીઓએ માતા પુત્રને માર મારી લોખંડ પાઈપ વડે ઘા મારી યુવાનને ઈજા કરી તેમજ યુવાનના માતાને ઢીકા પાટું માર મારી ઈજા કરી હતી
વાંકાનેર તાલુકાના નવાપરા મેશરીયા ગામે રહેતા મહેશભાઈ હીરાભાઈ કુમખાણીયા (ઉ.વ.૩૦) વાળાએ આરોપીઓ રાજેશ શંકર ભૂસડીયા, દિનેશ શંકર ભૂસડીયા, આરોપી રાજેશની પત્ની અને આરોપી દિનેશની પત્ની રહે બધા મેસરિયા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી રાજેશ અને દિનેશ ફરિયાદીની વાડીમાં રેઢીયાર ઢોર પુરટા હતા જેથી ફરિયાદીના માતાએ બંનેને ઠપકો આપ્યો હતો જે સારું નહિ લાગતા ફરિયાદી મહેશ અને તેની માતા બંને વાડીથી ગામ જતા હતા ત્યારે મેસરિયા ગામે રામદેવપીર મંદિર પાસે પહોંચતા આરોપી રાજેશ અને દિનેશ બંને આવી ગાળો બોલી ઢીકા પાટું માર મારવા લાગ્યા હતા તેમજ પાઈપ વડે મહેશને ઈજા કરી હતી તેમજ બંને આરોપીની પત્નીઓએ ફરિયાદીના માતાને ઢીકા પાટું માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે