R R Gujarat

મોરબી ન્યુ રેલ્વે કોલોની નાલા પાસે જુગાર રમતી મહિલાઓ સહીત છ ઝડપાયા

મોરબી ન્યુ રેલ્વે કોલોની નાલા પાસે જુગાર રમતી મહિલાઓ સહીત છ ઝડપાયા


ન્યુ રેલ્વે કોલોની નાલા પાસે હનુમાનજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતી મહિલાઓ સહીત છ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૫૭૦૦ જપ્ત કરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ન્યુ રેલ્વે કોલોની નાલા પાસે બાતમીને આધારે રેડ કરી હતી નાલા પાસે હનુમાન મંદિર સામે જાહેરમાં જુગાર રમતા કિશન રામજીભાઈ ગરિયા, છયાબેન દિલીપભાઈ કુઢીયા, લાભુબેન રમેશભાઈ ઇન્દરીયા, શેરબાનુ રફીક પાથાન, જસ્મીન મોમીનખાન પઠાણ ને હીનાબેન ભરતભાઈ સિંધવ એમ છને ઝડપી લઈને રૂ ૫૭૦૦ રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે