વિસીપરા વિસ્તારમાં મોપેડમાં ગાંજાના જથ્થાની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને ગાંજાનો જથ્થો, મોપેડ અને બે મોબાઈલ સહીત ૬૪,૩૭૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે એક્સેસ મોટરસંકલ જીજે ૩૬ એકે ૮૨૧૨ વાળીની ડેકીમાં ગાંજો રાખી વેચાણ કર્તવ નીકળતો હોવાની બાતમી મળી હતી જેથી એસઓજી ટીમે વોચ ગોઠવી હતી વિસીપરા વિસ્તારમાંથી એક્સેક મોટરસાયકલ રોકી તલાશી લેતા ડેકીમાં રાખેલ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો આરોપીના કબ્જામાંથી ગાંજાનો જથ્થો વજન ૧ કિલો ૩૮૭ ગ્રામ કીમત રૂ ૧૩,૮૭૦, મોટરસાયકલ કીમત રૂ ૪૫ હજાર અને ૨ મોબાઈલ કીમત રૂ ૫૫૦૦ સહીત કુલ રૂ ૬૪,૩૭૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી આરીફ આલમશા સૈયદ (ઉ.વ.૩૨) રહે વિસીપરા મોરબી વાળાને ઝડપી લઈને આરોપી વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકમાં એનડી પીએસ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે
