R R Gujarat

વાંકાનેરની વૃંદાવન સોસાયટીના મકાનમાં જુગાર રમતા મહિલાઓ સહીત નવ ઝડપાયા

વાંકાનેરની વૃંદાવન સોસાયટીના મકાનમાં જુગાર રમતા મહિલાઓ સહીત નવ ઝડપાયા


વાંકાનેરની વૃંદાવન સોસાયટીના રહેણાંક મકાનમાં જુગાર ધામ પર રેડ કરી પોલીસે મહિલાઓ સહીત નવ જુગારીને ઝડપી લઈને રૂ ૧.૨૨ લાખની રોકડ રકમ જપ્ત કરી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વૃંદાવન સોસાયટીમાં રહેતા જીગ્નેશ હર્ષદ કારિયાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા જીગ્નેશ હર્ષદ કારિયા, ભરત મેહુરભાઈ ઝાપડા, નૈયમુદીન હુશેન ખોરજીયા, આબિદ હુશેન સંધી, હિનેશ રણછોડ માણસૂરીયા, વર્ષાબેન દિનેશભાઈ સોમાણી, શિલ્પાબેન કમલેશભાઈ મકવાણા, લલીતાબેન રતિલાલ અઘોલા અને ઇન્દુબા ટપુભા જેઠવા એમ નાવને ઝડપી લઈને રોકડ રૂ ૧,૨૨,૮૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે