મોરબી જીલ્લામાં શ્રાવણ માસની પુર્ણાહુતી બાદ પણ હજુ જુગારીઓ ધરાયા નથી અને જુગારની મોસમ જોવા મળી રહી છે ત્યારે ટંકારા પોલીસે ગાયત્રીનગર સોસાયટીમાં હનુમાન મંદિર પાછળની શેરીમાં રેડ કરી જાહેરમાં જુગાર રમતા નવને ઝડપી લઈને રોકડ રૂ ૮૬,૮૫૦ જપ્ત કરી છે
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગાયત્રીનગર સોસાયટી હનુમાન મંદિર પછીની શેરીમાં જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા રાજેશ નાનજીભાઈ બારૈયા, મહેમુબ ગનીભાઈ પીલુડીયા, નાશીર હુશેનભાઈ મેસાણીયા, આસિફ હાજીભાઇ જુણાચ, અવેશ આદુભાઈ અબરાણી, ઉસ્માન ગનીભાઈ મકવાણા, જગદીશ નાનજીભાઈ વાઘેલા, દેવજી રમેશભાઈ ખાંભડીયા અને અજય વિરજીભાઈ વાઘેલા એમ નવને ઝડપી લઈને રોકડ રૂ ૮૬,૮૫૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
