R R Gujarat

મોરબીના રામકૃષ્ણનગરમાં વૃદ્ધને સળગાવીને મારી નાખવાના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર

મોરબીના રામકૃષ્ણનગરમાં વૃદ્ધને સળગાવીને મારી નાખવાના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર


પાંચ આરોપીઓને નિર્દોષ છોડી મુકવા કોર્ટે હુકમ કર્યો
મોરબીના રામકૃષ્ણનગરમાં વૃદ્ધને સળગાવીને મારી નાખવાના હત્યાના કેસમાં તમામ પાંચ આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે કેસ બીજા એડી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે પાંચેય આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે


મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી કે તા. ૧૦-૦૪-૨૫ ના સાંજે ૭ : ૩૦ વાગ્યાના અરસામાં ફરિયાદીના દીકરા સાથે આરોપીઓને ફોન પર કોઈ બાબતે બોલાચાલી થઇ હતી જેથી આરોપીઓએ ઘરે આવી દીકરા નવઘણના પેટમાં મુક્કા મારી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા બાદમાં ફરિયાદીના દીકરા કારુભાઈનું મોટરસાયકલ સ્લીપ થતા પગમાં ઈજા પહોંચતા સારવારમાં લઇ જતા હતા ત્યારે બંને આરોપીઓએ બોલાચાલી કરી ગાળો આપી હતી અને મરણજનારને સારવારમાં દાખલ કરેલ ત્યારે આરોપીઓએ હોસ્પિટલ જઈને માથાકૂટ કરી તારા ઘરે જઈ જોઈ લે કહીને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી અને ફરિયાદીના પતિને નવઘણ બાબતે પૂછપરછ કરતા નવઘણ હાજર નહિ હોવાથી ફરિયાદીના પતિને બહાર શેરીમાં ચપ્પલની લારીને આગ લગાડી તેની પાસે ધક્કો મારી ડેટા ફરિયાદીના પતિ મનુભાઈ દાજી જતા સારવારમાં મોત થયું હતું
બી ડીવીઝન પોલીસે આરોપીઓ શનિ ઉર્ફે વેલો રમેશ લાલુકીયા, જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા પંચાલજી ઝાલા, સંદીપ રાજેશ બોડા, વિમલ નથુભાઈ કામલીયા અને અનિરુધ્ધસિંહ ઉર્ફે અશોકસિંહ ઉર્ફે બબભા બહાદુરસિંહ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી હતી કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીઓ તરફે યુવા ધારાશાસ્ત્રી વિવેકભાઈ કે વરસડા રોકાયેલ હતા જેને કોર્ટમાં ધારદાર દલીલો રજુ કરી હતી તેમજ ફરિયાદ પક્ષ બનાવ નિશંકપણે સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે આરોપીઓ વિરુદ્ધ પુરાવાઓ પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ હોવાની દલીલો રજુ કરી હતી કોર્ટે બંને પક્ષકારોની દલીલો સાંભળી બચાવ પક્ષના એડવોકેટ વિવેકભાઈ કે વરસડાની દલીલો માની આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે
જે કેસમાં આરોપી તરફે મોરબીના યુવા એડવોકેટ વિવેકભાઈ વરસડા, મહાવીરસિંહ એ જાડેજા, જયરાજસિંહ જાડેજા,મહાવીરસિંહ એન જાડેજા, જય કગથરા, રાહુલ ગોલતર, રાહુલ બસિયા રોકાયેલ હતા.