R R Gujarat

માળિયાના ખાખરેચી ગામે પવનચક્કીમાંથી ૨૩ હજારના કેબર વાયરની ચોરી

માળિયાના ખાખરેચી ગામે પવનચક્કીમાંથી ૨૩ હજારના કેબર વાયરની ચોરી


ખાખરેચી ગામ નજીક આવેલ પવનચક્કીમાં પ્રવેશ કરી પાવર સપ્લાયના ૬૪ મીટર જેટલા કેબલ વાયરની અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા છે માળિયા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
માળિયાના કાજરડા ગામના રહેવાસી રમજાન મુસા કાજેડીય (ઉ.વ.૪૪) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬-૦૪ ના રાત્રીથી તા. ૧૭-૦૪ ના સવાર દરમિયાન અજાણ્યા ચોર ઇસમોએ માળિયા તાલુકાના ખાખરેચી ગામની સીમ ખાખરેચીથી વેણાસર ગામ જતા રોડ પર આવેલ સરલા પરફોર્મન્સ ફાઈબર્સ લીમીટેડ બોમ્બે કંપનીની પવનચક્કીનું તાળું તોડી પ્રવેશ કર્યો હતો અને પાવર સપ્લાયના કેબલ વાયર પહેલા માળેથી ભોય તળિયા સુધીના ધારદાર હથિયારથી કાપી આશરે ૬૪ મીટર કીમત રૂ ૨૩,૦૪૦ ચોરી કરી ગયા છે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે