વાંકાનેરમાં વ્યાજખોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે યુવાને વ્યાજે ૧૫ લાખ લીધા હતા જેના બદલે રૂ ૧૮ લાખ ચૂકવી દીધા છતાં છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી વધુ રકમ મેળવવા પઠાણી ઉઘરાણી કર્યાની ફરિયાદ નોંધાવી છે
વાંકાનેરની મોચી શેરીમાં રહેતા દુર્ગેશ મણીલાલ ચૌહાણ (ઉ.વ.૪૧) નામના યુવાને આરોપી ઇમરાન ફારૂક છ્બીબી, આરબ મોહમદયુસુફ અબુબકર, મોહમદયુસુફની પત્ની અને અજય ઉર્ફે ભોલો રમેશ માણેક એમ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીને આરોપીઓ પાસેથી પોતાના મકાનનો દસ્તાવેજ કરી તા. ૩૦-૦૬-૨૦૨૦ ના રોજ ઊંચા વ્યાજે રૂ ૧૫ લાખ આરોપી ઇમરાન અને આરબ પાસેથી મેળવી તેનું ૨.૫ ટકા લેખે વ્યાજ ચૂકવવાનું નક્કી કર્યું હતું અને માસિક રૂપિયા ૩૭,૫૦૦ વ્યાજપેટે આપવાનું નક્કી થયું હતું યુવાને આજદિન સુધીમાં રૂ ૧૮ લાખ ચૂકવી દીધા છે છતાં ફરિયાદીને અવારનવાર વ્યાજની ઉઘરાણી કરવા છતાં બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી વધુ રકમ મેળવવા પઠાણી ઉઘરાણી કરી તેમજ બળજબરીથી મિલકત પડાવી લઈને ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી છે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે