R R Gujarat

હળવદના ઈંગોરાળા ગામે જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા

હળવદના ઈંગોરાળા ગામે જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા


ઈંગોરાળા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા છ જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૨૧,૩૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઈંગોરાળા ગામની સીમ અમરાપરથી ઈંગોરાળા ગામ જતા રસ્તે વોકળા કાંઠે જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા જીગ્નેશ દેવજીભાઈ કાવર, પ્રવીણ ઘોઘજીભાઈ કાવર, વિનોદ બચુભાઈ બારણીયા, ધનરાજસિંહ ફતેસિંહ ઝાલા, લાલજી જેરામભાઈ બજાણીયા અને આશારામ ઘોઘાભાઇ જોગયાણી એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૨૧,૩૦૦ જપ્ત કરી છે