R R Gujarat

મોરબી ઉમા ટાઉનશીપ રોડ પર ટ્રકની ઠોકરે બાઈક ચાલક યુવાનને ઈજા

મોરબી ઉમા ટાઉનશીપ રોડ પર ટ્રકની ઠોકરે બાઈક ચાલક યુવાનને ઈજા


ઉમા ટાઉનશીપ રોડ પરથી ૨૦ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારી પછાડી ડેટા યુવાનને માથા અને શરીરના ભાગે ફ્રેકચર જેવી ગંભીર ઈજા પહોંચી છે અકસ્માત બાદ ટ્રક ચાલક નાસી ગયો હતો
મોરબીના રવાપર કેનાલ રોડ પર રહેતા ભૌમીક્ભાઈ ધર્મેશભાઈ ઝૂલાસણા (ઉ.વ.૨૦) વાળાએ ટ્રક જીજે ૦૩ બીટી ૨૩૮૬ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૯ ના રાત્રીના પોણા નવેક વાગ્યાના અરસામાં ફરિયાદી પોતાનું બાઈક જીજે ૩૩ સી ૦૬૮૫ લઈને ઉમા ટાઉનશીપ રોડ સરસ્વતી સોસાયટી ૦૧ ની સામે રસ્તા પરથી જતો હતો ત્યારે આરોપી ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારી પછાડી દીધો હતો ફરિયાદી ભૌમિકને માથાના ભાગે તેમજ શરીરે ફ્રેકચર જેવી ઈજા કરી ટ્રક ચાલક નાસી ગયો હતો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે