તીથવા ગામે રહેતી ૫૦ વર્ષીય મહિલા ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી અને તળાવમાં કુદી આપઘાત કરી લેતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું
વાંકાનેર નંદવાણા શેરી પ્લે હાઉસ પાસે રહેતી મીનાબેન રમેશભાઈ મઢવી (ઉ.વ.૫૦) નામની પરિણીતા કેન્સરની બીમારીથી પીડાતા હતા અને બીમારીથી કંટાળી ગત તા. ૨૧ ના રોજ વહેલી સવારે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી અને તીથવા ગામની સીમમાં આવેલ વડસલ તળાવમાં પોતાની જાતે પડી જતા આપઘાત કરી લેતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
