અમરાપર (ના) ગામે રહેતા ૩૦ વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકાના અમરાપર (ના) ગામના રહેવાસી દીપક નવઘણભાઈ રૂદાતલા (ઉ.વ.૩૦) વાળાએ ગત તા. ૨૧ ના રોજ કોઈ કારણોસર પોતાના ઘરે રૂમમાં પંખા સાથે દોરડું બાંધી પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે
