જોન્સનગરમાં રહેતી મહિલા આરોપીના મકાનમાં રેડ કરી પોલીસે દારૂની ૬ બોટલનો જથ્થો જપ્ત કરી મહિલા આરોપીને ઝડપી લીધી છે અન્ય એક આરોપીનું નામ ખુલતા તપાસ ચલાવી છે
મોરબી એલસીબી ટીમે જોન્સનગરમાં રહેતી હમીદાબેન અસગરભાઈ જેડાના મકાનમાં રેડ કરી હતી આરોપીના મકાનમાંથી દારૂની ૦૬ બોટલ કીમત રૂ ૧૫,૬૦૦ નો જથ્થો જપ્ત કરી મહિલા આરોપી હમીદાબેન જેડાને ઝડપી લીધા છે અન્ય આરોપી અલ્તાફ ઉર્ફે રાજા સોકત ખોડ રહે મોરબી વાવડી રોડ વાળાનું નામ ખુલતા તપાસ ચલાવી છે
