મીતાણા ગામ નજીક બે કાર વચ્ચે ટક્કર થવા પામી હતી જે અકસ્માતમાં કારમાં ખાલી સાઈડ બેસેલ મહિલાને ઈજા પહોંચી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
ભુજના રહેવાસી ચીરાગભાઈ શૈલેષભાઈ ચાવડાએ વેન્યુ કાર જીજે ૩૬ એએલ ૩૫૮૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી પરિવારના સભ્યો સાથે કાર જીજે ૦૧ એચએન ૦૦૬૭ લઈને સોમનાથથી ભુજ જતા હતા ત્યારે ટંકારાના મીતાણા ગામ નજીક વેન્યુ કાર ચાલકે પુરઝડપે ચલાવી ગાડીની પાછળ ખાલી સાઈડમાં ઠોકર મારી હતી જેથી ગાડીમાં બેસેલ અનિતાબેનને ઈજા પહોંચી હતી ટંકારા પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
