બંધુનગર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૪,૮૯૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે જુના નાગડાવાસ ગામે નવ ઇસમોને રૂ ૩.૦૯ લાખની રોકડ સાથે ઝડપી લીધા છે તેમજ શહેરના વિસીપરા વિસ્તારમાં આઠ ઇસમોને ઝડપી લઈને ૩૫,૨૫૦ ની રોકડ રકમ જપ્ત કરી છે બીજા દરોડામા
બંધુનગર ગામ પાસે ઇટાલીકા સિરામિક પાસે બાતમીને આધારે રેડ કરી હતી લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા નિલેષભાઈ ઘનશ્યામભાઈ મેમકીયા, મહેન્દ્રસિંહ દિલુભા જાડેજા, મનીષ શ્રીબુદ્ધસાગર શુક્લા, મનોહર ઋષભભાઈ આહીર અને સંદીપ રામશંકર કુમાર એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૪,૮૯૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે ત્રીજા દરોડામાં જુના નાગડાવાસ ગામે બાતમીને આધારે રેડ કરી હતી જુના નાગડાવાસ ગામે સરકારી સ્કૂલ પાછળ જાહેરમાં જુગાર રમતા જુસબ બાબુભાઈ સુમરા, મુકેશ મનુભાઈ રાઠોડ, સુંદરજી ગજુભાઈ સાંતોલા, સુંદરામ લક્ષ્મણભાઈ સાંતોલા, સંદીપ ચંદુભાઈ ઉપસરીયા, પરષોતમ દેશાભાઈ રાઠોડ, વનરાજ રામજીભાઈ થરેશા, રણજીત ગજુભાઈ સાંતોલા અને રમેશ મહિપતરામ નિમાવતને ઝડપી લઈને રોકડ રૂ ૩,૦૯, ૪૭૫ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ચોથા દરોડામાં વિસીપરા બિલાલી મસ્જીદ પાસે જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા મુકેશ માવજીભાઈ જોગડીયા, ઉમરફારૂક હારૂન માણેક, અકબર કાસમ કટિયા, નિજામ સલીમ મોવર, રફીક હાસમ કાશમાણી, અસ્લમ કરીમ માણેક, આસિફ હાજી જીન્ગીયા અને શાહરૂખ ફિરોજ પઠાણ એમ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૩૫,૨૫૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે