મોરબીના કંડલા બાયપાસ નજીક ફ્લેટમાં જુગાર રમતા ચાર ઝડપાયા
કંડલા બાયપાસ નજીક આવેલ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતી બે મહિલાઓ સહીત ચાર પત્તાપ્રેમીને પોલીસે ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે
એ ડીવીઝન પોલીસ ટીમે કંડલા બાયપાસ શ્રીજી પાર્ક મહાદેવ હાઈટ્સ બ્લોક નં ૩૦૨ માં રહેતા કુલદીપભાઈ ઘોડાસરાના મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા કુલદીપભાઈ ઉર્ફે લાલો કેશવજી ઘોડાસરા, હિરેન જગદીશભાઈ વિસોડીયા, ક્રિષ્નાબેન રજનીકભાઈ અંદરપા અને કોકીલાબેન ઉર્ફે કોમલબેન રાજેશભાઈ ઘોડાસરા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૭,૧૦૦ જપ્ત કરી છે
મોરબીના વાવડી રોડ પર ધરમનગરમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા
વાવડી રોડ પર ધરમનગર શેરી નં ૨ માં જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે વાવડી રોડ ધરમનગર શેરી નં ૨ માં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા ભરતભાઈ કરશનભાઈ પરમાર, કારૂભાઈ ખોડાભાઈ મોરી, નરેશભાઈ ધીરજલાલ નકુમ અને દેવજીભાઈ કાનજીભાઈ ચૌહાણ એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૧૦૦ જપ્ત કરી છે
માળિયાના સુલતાનપુર ગામે જાહેરમાં જુગાર રમતા ૩ ઝડપાયા, છ ફરાર
માળિયાના સુલ્તાનપુર ગામની સીમમાં સરકારી શાળા પાછળ જુગાર રેડ કરી પોલીસે ત્રણ જુગારીને ઝડપી લીધા હતા તો છ ઈસમો નાસી જતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સુલ્તાનપુર ગામની સીમમાં સરકારી શાળા પાછળ ખુલ્લા મેદાનમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા હાર્દિક બળદેવભાઈ સનુરા, વિષ્ણુ જસાભાઈ ગડેશીયા, અશ્વિન હરખજીભાઈ દેગામાં એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૩૧,૭૦૦ અને ટોર્ચ કીમત રૂ ૨૦૦ સહીત ૩૧,૯૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી ભરત વિઠલભાઈ સીતાપરા, સુનીલ લાભુભાઈ દેગામાં, રાજેશ ચંદુભાઈ દેગામાં, લાલજીભાઈ બાબુભાઈ કોળી અને જગદીશ હરેશભાઈ સનુરા એમ છ ઈસમો નાસી ગયા હતા જેથી પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેર ભાટિયા સોસાયટી પાછળ સ્મશાન પાસે જુગાર રમતા બે ઝડપાયા
ભાટિયા સોસાયટી પાછળ આવેલ સ્મશાન પાસે ખુલ્લા પટમાં જુગાર રમતા બે ને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૬૨૯૦ જપ્ત કરી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમે ભાટિયા સોસાયટી પાછળ આવેલ સ્મશાન પાસે રેડ કરી હતી ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા જીતેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને વિવેક સંજયભાઈ ધામેચા એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૬૨૯૦ જપ્ત કરી છે
મોરબીના સામાકાંઠે લાભનગર પાસે જુગાર રમતા ત્રણ ઝડપાયા
સામાકાંઠે લાભનગર બાજુની શેરીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાભનગર બાજુની શેરીમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા ખોડાભાઈ ભરતભાઈ કગથરા, દિલીપ ખેંગારભાઈ પાટડીયા અને રાજેશ ઉગાભાઇ સાલાણી એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૨૨૮૦ જપ્ત કરી છે
મોરબીના રફાળેશ્વર ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા
રફાળેશ્વર ગમે બાપા સીતારામ મઢુલી સામેની શેરીમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રફાળેશ્વર ગામે રેડ કરી હતી બાપા સીતારામ મઢુલી સામેની શેરીમાં જાહેરમાં જુગાર રમતા રવિભાઈ ઘોઘાભાઇ નૈયા, વિજય માધાભાઈ સીતાપરા, અજય જસુભાઇ મકવાણા, મુન્ના ગીરીશભાઈ સોલંકી અને જયેશ જસુભાઇ મકવાણા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૨,૫૦૦ જપ્ત કરી છે