R R Gujarat

માળિયા કચ્છ હાઈવે પર અકસ્માતમાં ચારના મોત મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

માળિયા કચ્છ હાઈવે પર અકસ્માતમાં ચારના મોત મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ


માળિયા કચ્છ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં બે બાળકો સહીત ચાર વ્યક્તિના મોત નીપજ્યા હતા બનાવ અંગે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે


કચ્છ ગાંધીધામ રહેતા ગોપાલભાઈ હદાભાઈ ગુજરીયા (ઉ.વ.૩૭) નામના યુવાને ટ્રક જીજે ૧૨ બીએક્સ ૮૪૮૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૭ ના રોજ રાત્રીના સમયે ટ્રક ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી મુન્દ્રાથી મોરબી આવતા રોડ વચ્ચે ડીવાઈડર કુદાવી રોંગ સાઈડમાં આવી ટ્રક અરજે ૦૭ જીડી ૦૬૧૨ સાથે ધકાડાભેર અથડાવી પાછળ આવતી અરટીગા કારમાં ભટકાડી અકસ્માત કરતા કારમાં બેસેલ ફરિયાદીના દીકરા રુદ્ર, જગદીશ બબરિયાનો દીકરો જયમીન તેમજ ટ્રક ડ્રાઈવર શિવરામ મંગલારામ નાઈ અને ક્લીનર કિશન રામલાલ નાયક રહે બંને રાજસ્થાન એમ ચાર વ્યક્તિ ગંભીર રીતે દાઝી જતા મોત થયા હતા અને કાર ચાલક અને કારમાં બેસેલ અન્યને ઈજા પહોંચી હતી માળિયા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે