પાટીદાર સમાજની મીટીંગમાં લેવાયો નિર્ણય, ગરબા કલાસીસ એસો રહ્યું હતું મીટીંગમાં હાજર
મોરબીમાં ગરબા ક્લાસીસના દુષણને બંધ કરવા માટે પાટીદાર સમાજ અને સિરામિક ઉદ્યોગપતિ પરિવારના બેનર હેઠળ જનક્રાંતિ સભા મળી હતી અને ગરબા ક્લાસીસ દુષણને ડામવા અંગે એકસૂરે સમાજે અવાજ ઉઠાવ્યો હતો જે અંગે પાટીદાર સમાજની મીટીંગમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે જે અંગે પાટીદાર સમાજ અગ્રણી મનોજ પનારાએ પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપી હતી
મનોજ પનારાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગત ૦૨ ઓગસ્ટના રોજ પાટીદાર જનક્રાંતિ સભામાં ડિસ્કો દાંડિયા કલાસીસના દુષણને નાબુદ કરવા સમાજ અગ્રણીઓ અને સમગ્ર પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજ જોડાયો હતો જે સભા બાદ તાજેતરમાં મીટીંગ મળી હતી જેમાં સિરામિક પરિવાર અને પાટીદાર સમાજ દ્વારા કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં પાટીદાર વિસ્તારમાં ગરબા કલાસીસ ચલાવવા નહિ દેવાય, જે કલાસીસ ચાલે છે તે બંધ કરાવવામાં આવશે અને બળજબરીથી ચાલુ કરાશે તો પરિણામો ભોગવવા પડશે પાટીદાર યુવાનો સક્ષમ છે કાયદો હાથમાં લેવો પડે તો લેશે કલાસીસ એસોને આ અંગે જાણ કરી છે અને મીડિયાના માધ્યમથી પણ જાણ કરવામાં આવે છે
ગરબા કલાસીસ ગેરકાનૂની રીતે ચલાવતા હશે તો સંપૂર્ણ બંધ કરાવવાની તાકાત પાટીદાર અને અન્ય સમાજ પાસે છે અન્ય સમાજના સહયોગથી દુષણને નાબુદ કરવા પ્રયત્નશીલ રહેશું તેમજ પાટીદાર વિસ્તાર સિવાય અન્ય સ્થળે પણ ગરબા કલાસીસમાં પાટીદાર ભાઈઓ-બહેનોને એન્ટ્રી ના આપવી પાટીદાર બહેનો માટે કન્યા છાત્રાલય ખાતે ગરબા શીખવવાની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ નિયમ મુજબ ચાલતા કલાસીસ ચલાવનારાઓએ પણ જવાબદારીથી કલાસીસ ચલાવવાના રહેશે અને દીકરીઓની જિંદગી બરબાદ ના થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે ભાઈઓ-બહેનો માટે અલગ બેચ અને અલગ સમય રાખવાનો રહેશે
