R R Gujarat

મોરબી વજેપર જમીન કોભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો, રિમાન્ડની માંગણી કરાશે

મોરબી વજેપર જમીન કોભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો, રિમાન્ડની માંગણી કરાશે


અધિકારીઓ સાથે આર્થિક વ્યવહાર કર્યા છે કે કેમ તે દિશામાં સિઆઇડી ટીમની તપાસ
મોરબીના ચકચારી વજેપર જમીન કોભાંડમાં ધરપકડનો સિલસિલો જોવા મળી રહ્યો છે મુખ્ય મનાતા આરોપી સાગર ફૂલતરીયાની ધરપકડ બાદ આજે સીઆઈડી ક્રાઈમ ટીમે વધુ એક આરોપીને ઝડપી લીધો છે અને ગુરુવારે કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવશે
મોરબી વજેપર ચકચારી જમીન કોભાંડના ગુનામાં સીઆઈડી ક્રાઈમની ટીમને સોપવામાં આવી હતી અને સીઆઈડી ટીમ દ્વારા આરોપી ભરત દેગામાં, હેતલ ભોરણીયા, શાંતાબેન પરમાર અને સાગર રબારી એમ ચાર આરોપીને ઝડપી લીધા હતા બાદમાં મુખ્ય મનાતા તરઘડી ગામના સરપંચ સાગર ફૂલતરીયાને દિલ્હીથી ઝડપી લઈને રિમાન્ડ મેળવ્યા હતા વધુ તપાસ ચાલી રહી છે જેમાં આજે વધુ એક આરોપી અતુલ જોશીને ઝડપી લેવામાં આવ્યો છે સીઆઈડી ટીમના ડીવાયએસપી આર એસ પટેલે જણાવ્યું હતું કે કેસમાં વારસાઈ નોંધ પડાવવા માટે અધિકારીઓ સાથે આર્થિક વ્યવહારો કરવામાં આવ્યા છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે અને ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મંગાશે તેમ પણ જણાવ્યું હતું