વાંકાનેરના રાણેકપર ગામના પાટિયા નજીક આવેલ સ્પર્શ સ્પા એન્ડ સલૂન બોડી મસાજ સ્પાની આડમાં દેહ વ્યાપારનો વેપલો ચલાવતા એક ઈસમને ઝડપી લીધો છે તો સ્પા માલિકનું નામ ખુલતા એન્ટી હુમન ટ્રાફિકીંગ યુનિટ ટીમે વધુ તપાસ ચલાવી છે
મોરબી જીલ્લામાં સ્પાની આડમાં ચાલતી દેહવ્યાપારની પ્રવૃતિઓને સદંતર નાબુદ કરવા એન્ટી હુમન ટ્રાફિકીંગ યુનિટ ટીમ કાર્યરત હોય દરમિયાન નેશનલ હાઈવે પર રાણેકપર ગામના પાટિયા પાસે હિમાલયા પ્લાજા કોમ્પ્લેક્ષમાં આવેલ સ્પર્શ સ્પા એન્ડ સલૂન મસાજ માલિક રવીન્દ્ર નવીનચંદ્ર સોલંકી અને તેની સાથે અન્ય લોકો સ્પામાં બહારથી લલનાઓ બોલાવી ગ્રાહકોને બોડી મસાજના ઓઠા તળે શરીર સુખ માણવા માટેની સવલતો પૂરી પાડી કૂટણખાનું ચલાવતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી સ્પામાંથી આરોપી અરવિંદ વશરામભાઈ દેંગડા રહે વાંકાનેર વાળાને ઝડપી લીધો છે અને સ્પા માલિક રવિન્દ્ર નવીનચંદ્ર સોલંકી રહે વાંકાનેર વાળાનું નામ ખુલ્યું છે
આરોપીઓ ગ્રાહકો પાસેથી રૂપિયા ૨૦૦૦ અલગથી વસુલી સ્પામાં બોડી મસાજની આડમાં કુટણખાનું ચલાવતા હોવાનું ખુલ્યું છે આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં ધી ઈમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમ ૧૯૫૬ ની કલમ ૩ (૧), ૪,૫ (૧) (એ) ૫ (૧)(ડી), ૬ (૧) (બી) મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે
